HomeDeshપ્રકાશ સિંહ બાદલને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી

પ્રકાશ સિંહ બાદલને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચંદીગઢ પહોંચ્યા હતા જ્યાં વડાપ્રધાને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી હતી.. વડાપ્રધાન એરપોર્ટથી સીધા સેક્ટર-28માં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં સ્વર્ગસ્થ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન શીખ ધર્મના નિયમો અનુસાર માથા પર કેસરી પટકા બાંધીને પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને સંગતની ભીડ વચ્ચે બાદલના નશ્વર દેહને ફૂલ અર્પણ કર્યા હતા.વડાપ્રધાને લગભગ 10 મિનીટ સુધી આ સભામાં હાજરી આપી હતી. અરદાસ બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને પાર્ટીના ઝંડામાં તેમના વતન ગામ બાદલ લઈ જવામાં આવ્યા હતા.જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments