HomeDeshધરણા સ્થળ પર જ કુસ્તીબાજોની કસરત,વાયરલ થયો વીડિયો

ધરણા સ્થળ પર જ કુસ્તીબાજોની કસરત,વાયરલ થયો વીડિયો

દેશનું ગૌરવ એવા આપણા કુસ્તીબાજો ફરી એકવાર રસ્તા પર આવી ગયા છે. જંતર-મંતર પર ફરીથી ધરણા પ્રદર્શન શરૂ થયું છે. ત્યાં રાત્રે મચ્છરદાની લગાવીને સૂઈ ગયા બાદ હવે બુધવારે સવારે વધુ એક તસવીર સામે આવી છે. જ્યાં આપણા ઓલિમ્પિક અને વર્લ્ડ રેસલિંગ મેડલ વિજેતા રેસલર સવારે મેટને બદલે ડામરના રસ્તાઓ પર કસરત કરવા મજબુર બન્યાં છે. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોને કસરત કરત જોઈ શકાય છે. નોંધનીય છે કે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડ અને રાજીનામાની માંગ પર અડગ છે. ગોંડાના બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન જેવા ગંભીર આરોપો લાગ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments