સિંધ પ્રાંત -પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ પ્રદર્શન

0
143

સિંધ પ્રાંતના સાન શહેરમાં વિરોધ રેલી યોજાઈ

હિંદુ છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ, બળજબરીથી ગુમ થવા અને સિંધી રાજકીય કાર્યકરોના નરસંહારની નિંદા કરવા પાકિસ્તાનના સિંધ પ્રાંતના સાન શહેરમાં એક વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં સિંધીઓ જોડાયા હતા. જય સિંધ ફ્રીડમ મૂવમેન્ટ દ્વારા આયોજિત, વિરોધીઓએ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની નિંદા કરતા ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેઓ આધુનિક સિંધી રાષ્ટ્રવાદના સ્થાપક સાઈ જી એમ સૈયદની 28મી પુણ્યતિથિ નિમિત્તે સાન શહેરમાં ભેગા થયા હતા. સંઘઠનના અધ્યક્ષ સોહેલ અબ્રોએ સિંધમાં હિંદુ છોકરીઓના બળજબરીથી થતા ધર્માંતરણ સામે અવાજ ઉઠાવ્યો અને પાકિસ્તાનમાં હિંદુ કિશોરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ ધરાવતા ઉગ્રવાદી મૌલવી મિયાં મિથુ પર પ્રહાર કર્યો. દેખાવકારોએ “સિંધી છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ રોકો”, “સિંધી અને બલૂચ રાજકીય કાર્યકરોની અદ્રશ્યતા અને નરસંહાર બંધ કરો”, “નો ચાઇના ગો ચાઇના”, સૂત્રો સાથે બેનરો અને પ્લેકાર્ડ હાથમાં લીધા હતા. સિંધુદેશના રાષ્ટ્રધ્વજ સાથે પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ પાર્ટીના અધ્યક્ષ સુહેલ અબ્રોએ કહ્યું કે આઝાદી માટે સંઘર્ષ કરી રહેલા જય સિંધના તમામ જૂથોને એક કરવાનો સમય આવી ગયો છે અને સાઈ જીએમ સૈયદ તેમના સંઘર્ષનું પ્રતીક છે.