PM મોદીનો કેરળમાં અનોખો અંદાજ

0
434
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. કોઈપણ રાજ્યની મુલાકાત લેતી વખતે તે રાજ્યના પારંપરિક પોશાકમાં જાહેર જનતા વચ્ચે જવાની ખાસ ખાસિયત માટે જાણીતા પીએમ મોદીએ કેરળમાં પણ એ જ રીત અપનાવી હતી. તેમણે કોચ્ચી ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં તેમનો પરંપરાગત મલયાલી લુક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કસવુ મુંડુ, ગમચા અને કુર્તામાં પીએમ મોદીએ લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પહેલા પીએમ મોદી ઈસ્ટરના અવસર પર પાદરીઓને મળવા માટે દિલ્હીના એક ચર્ચ પહોંચ્યા હતા.