ગુજરાતમાં ફરી ભારે પવન સાથે માવઠાની સંભાવના

0
165

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. હાલ તાપમાનનો પારો ઘટતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલ એમ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે છે. રાજ્યમાં પશ્ચિમ-ઉત્તર અને પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે અને બીજીબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઇ રહ્યું છે. શુક્રવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.  26 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે.