HomeDeshમહિલા રેસલર્સની અરજી પર SCમાં શુક્રવારે સુનાવણી

મહિલા રેસલર્સની અરજી પર SCમાં શુક્રવારે સુનાવણી

છેલ્લા ઘણા દિવસોથી મહિલા રેસલર ધરણા પર છે.યોન શોષણના કેસમાં ફરિયાદ નોંધવાની મહિલા કુશ્તીબાજોની માગ છે. દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોનાં ધરણાં મંગળવારે પણ ચાલુ રહ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યું હતું કે કુસ્તીબાજોએ અરજીમાં જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આને ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે. CJI DY ચંદ્રચૂડે પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments