વડોદરામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો

0
50

વડોદરામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુગલે ૧૦ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન જીવનના ૧૦ વર્ષ બાદ પણ સંતાન ન થતા બન્નેએ રાજીખુશીથી છૂટા પડવાનું નક્કી કર્યું હતું અને છૂટાછેડા લઇ પણ લીધા હતા, પરંતુ છૂટાછેડા છત્તા તેઓ અનેક વખત એકબીજાને એકાંતમાં મળતા હતા. જેમાં જાણવા મળ્યું કે યુવતી ગર્ભવતી છે. આ અંગે યુવતીએ પૂર્વ પતિને બાળક રહી ગયા હોવાની જાણ કરી હતી. તેમ છત્તા પૂર્વ પિતાએ બાળકની પિતા તરીકેની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી યુવતીએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી અને મદદની ગુહાર લગાવી હતી. જેથી અભયમે પૂર્વ પતિનું કાઉન્સિલિંગ કર્યું હતું અને બન્ને પરિવારને નજીક લાવવા પ્રયાસ કર્યા હતા.