OFFBEAT 41 | ઘરેલું નુસ્ખા કડવો લીમડો કેટલો ફાયદાકારક | VR LIVE

0
251

opening

હાલ મિત્રો ચૈત્ર મહિનો ચાલે છે ચૈત્ર મહિનાની શરૂવાત થાય એટલે સ્વાસ્થયને ઉપયોગી એવો લીમડો યાદ આવે આજે  આપણે આજ વિષય પર વાત કરીશું ……………

લીમડો જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે. લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે. લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીએ છે. એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે.લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે. ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનું રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ખુબ ફાયદાકારક છે.

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી આજે અમે તમને કડવા લીમડાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું……..

૧.વજન ઉતારશે

લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ.

૨.બ્લડ શુગર કંટ્રોલ કરે છે
લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.

૩.કેન્સર સામે રક્ષણ
લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.

૪.માથામાંથી જૂને કરે છે દૂર
લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે માથામાં જૂને દૂર કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી માથું ધુઓ.

૫.મચ્છર દૂર કરે છે

નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.

૬.ચહેરાના ડાઘ દૂર કરે છે

લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.

૭.દાંતના પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક

લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

૮.મલેરિયામાં લાભકારી

1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.

૯.બોડી ડિટોક્સ કરે છે

સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે.
૧૦.વાળ માટે લાભકારી

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.

૧૧. પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને એને ખૂબ જ ફીણવો. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જશે. લીમડાનાં પાનના રસમાં ચપટીક ખડીસાકર મેળવીને આઠ-દસ દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.