OFFBEAT 27| આરોગ્ય – વધુ પડતું વિચારવાની અને ગુસ્સો કરવાની આદત ને સુધારો?? | VR LIVE

0
556

આરોગ્ય – વધુ પડતું વિચારવાની અને ગુસ્સો કરવાની આદત ને સુધારો??

જો તમને પણ વધુ વિચારવાની અને ગુસ્સો કરવાની આદત છે, તો આ પદ્ધતિથી તેમાં લાવો સુધારો 

જો તમે હંમેશા ગુસ્સો આવે છે અથવા તો તમે કોઈ પણ વાતને લઈને પરેશાન રહો છો અથવા વિચાર્યા કરો છો તો આ ટિપ્સ તમને કામ લાગશે.

શું તમારી સાથે પણ પહેલા એવું થયું છે કે તમને તમારા ગુસ્સા પર કાબુ રાખવાની ખૂબ જ જરૂર પડી હોય અને પોતાના ઉપર થી જો એ કાબુ હટી જાય ત્યારે ગુસ્સો અને વધારે વિચારવા ની સમસ્યા ઉભી થઇ જાય છે.અને આ સમસ્યા ઘણા બધા લોકોને તકલીફ માં મૂકી શકે છે ઘણી વખત તો લોકોના મનમાં એ પ્રકારના નેગેટિવ વિચાર આવે છે કે તેમને ડિપ્રેશન થઈ જાય છે. હકીકતમાં એવું થવું જોઈએ નહીં પરંતુ ઘણી વખત આ સમસ્યા આપણે દરરોજની જીંદગીમાં આપણને ખુબ જ હેરાન પરેશાન કરે છે અને તકલીફ ઊભી કરે છે. ઘણી વખત આપણે પોતાની જાત ને સમજાવીએ છીએકે હવે આ વિષયમાં હું ક્યારેય નહીં વિચારુ અને ગુસ્સો પણ નહીં કરું પરંતુ સમય આવે ત્યારે આપણા નેગેટિવ વિચારો વધી જાય છે પરંતુ શું કોઈ એવી રીત હોઈ શકે છે જેનાથી આ નેગેટિવ વિચારો આવે જ નહીં અને ગુસ્સો તથા વધુ પડતા વિચારો પર કાબૂ મેળવી શકાય?

ગુસ્સો તો થાક વધુ પડતું વિચારવાની સાયકોલોજીકલ અનુસાર આ વસ્તુ વધુ પડતો સ્ટ્રેસ અને નેગેટિવ વિચારોને કારણે થાય છે જે આપણને હંમેશા ઘેરે છે.

નેગેટીવ વિચારને ઓછું કરવા માટે શું કરવું જોઈએ?

નેગેટિવ વિચાર ને ઓછું કરવા માટે આપણે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આપણે પોતાની જાતને સારો અનુભવ કેવી રીતે કરાવીએ. જો નેગેટિવ વિચાર તમારા મનમાં આવી રહ્યા છે તો તેનાથી લડવાની કોશિશ કરો. ઘણી વખત આપણે પોતાના વિચારોથી જ એટલા ઘેરાયેલા હોઈએ છીએ કે નેગેટિવ વ્યવહાર બીજા સાથે કરવા લાગીએ છીએ. જો તમને દરરોજ એવી ઈચ્છા થાય કે હું એક્સરસાઇઝ કરીશ નહીં હું આજે બીજા બધાને મળીશ નહીં હું કોઈની વાત માનીશ નહીં તો  એક સમય પછી તમારે આ બધા વિચારો સાથે લડવું જોઈએ.

નેગેટિવ વિચારો સાથે લડતી વખતે અમુક બાબતોનું ધ્યાન જરૂર રાખો

કોઈ પણ બદલાવ ધીમે ધીમે આવે છે અને ગુસ્સો તથા વર્કિંગ પણ ધીમે ધીમે જ ઓછી થાય છે. એકદમ પોતાને તકલીફ માં ન મૂકો, ગુસ્સો ધીમે ધીમે ઓછો થશે અને નેગેટિવ વિચાર પણ ધીમે ધીમે જ ઓછા થશે. માનસિક સમસ્યાઓને લઈને જાગરૂકતા રાખવી ખૂબ જ જરૂરી છે, અને કોશિશ કરો કે તમને જે વિષયમાં સમજ નથી તેની સાથે મગજમારી કરવી જોઈએ નહીં.

પહેલા વિચારો અને પછી બોલો. આ એક નાનકડો નિયમ તમારી ઘણી બધી ફસ્ટ્રેશન ઓછી કરી શકે છે.

ગુસ્સાને કંટ્રોલ કરવા માટે શું કરવું?

નેગેટિવ વિચાર હંમેશા આપણને હતાશા તરફ લઈ જાય છે અને ઘણી વખત આપણે એવું રીએક્ટ કરવા માંગતા નથી તો પણ આપણે તેવું કરી બેસીએ છીએ એવા માણસો આપણને લાગે કે આ યોગ્ય નથી તો ગુસ્સો કરવો આપણી આદત બની જાય છે અને ત્યાર બાદ આ અમુક વસ્તુઓ નું ધ્યાન જરૂર રાખો.

  • જો ગુસ્સો આવે તો ફ્રેશ હવા લેવા માટે તમે બહાર જઈ શકો છો.
  • જો ગુસ્સો બધું આવે તો કંઈ પણ બોલતા પહેલા મનમાં એ વાક્ય બોલો જો તમે એવું નહીં કરી શકો તો વધુ ગુસ્સામાં તમે કંઈક વધુ જ બોલી જશો.
  • કસરત દરરોજ કરો જો તમે કોઈ કસરત કરવા માંગતા નથી તો ચાલવા જરૂર જાઓ અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે આ રીતે તમે ચાલવાની શરૂઆત કરો.
  • જો તમે ગુસ્સો કંટ્રોલ કરી રહ્યા નથી તો માથું ધોઈ ને નાહવાની કોશિશ કરો.
  • જો તમારો દિવસ ખૂબ જ સ્ટ્રેસફુલ રહે છે અને કામનું પ્રેશર રહે છે તો ટાઈમ આઉટ લેવાની કોશિશ કરો નાના બ્રેક તમને ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • ચા કોફી નો બ્રેક તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે ખૂબ જ સહાયક હોય છે.
  • કોઈની સાથે નફરત ન રાખો. તમે અંદર ને અંદર ઘૂંટાયા કરશો તે સારું નથી તેથી ગુસ્સાવાળી વાત ને ભૂલવા ની કોશિશ કરો.
  • ઊંડો શ્વાસ લો અને કસરત કરો તમારા માટે ખુબજ સારુ રહેશે.

ઓવરથીંકીંગ ની સમસ્યા કેવી રીતે ઓછી કરવી?

જો સમસ્યા વધુ વિચારવાની છે તો તમને લાગે છે કે તે તમારી દરરોજના કામને ખરાબ કરી રહી છે તો આ પ્રકારના વિકલ્પો ને પસંદ કરો.

તમારા બિહેવિયરને સમજો – જ્યારે પણ તમને એવું લાગે કે કોઈક ચોક્કસ બાબતને લઈને તમારા મગજમાં સતત વિચારો ચાલી રહ્યા છે, તો તે વિચારો તમારા મુડ પર કઈ રીતે અસર કરે છે, તે જાણવાનો પ્રયત્ન કરો અને તે તમને તમારી વિચારસરણી બદલવામાં મદદ કરશે.

પોતાના કામ પર પુરતું ધ્યાન આપવાનો પ્રયત્ન કરો – અન્ય લોકો વિશે ઓછું વિચારો અને પોતાના વાક્યોને હું શબ્દથી શરૂ કરો અને ઉદાહરણ તરીકે તું ક્યારેય પોતાનું કામ નથી કરતી તેની જગ્યાએ ‘મને એ ખરાબ લાગે છે કે તું ક્યારેય પોતાનું કામ નથી કરતી’ આ વાક્ય ઉપર ધ્યાન લગાવો, તેનાથી તમે તમારી લાગણીઓ વિષે વિચારશો.

તમારા વિચારોને બીજી દિશામાં વાળો– જો કોઈક બાબત મને પરેશાન કરતી હોય અને તમને સતત તેના વિશે જ વિચારો આવ્યા કરતા હોય તો તે બાબત પરથી તમારું ધ્યાન બીજી તરફ વાળો અને તે માટે તમને ગમતી પ્રવૃત્તિઓ કરો અથવા તમને ગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરો.

ઊંડા શ્વાસ લો– આ વાત તમે ઘણી વખત ઘણા વ્યક્તિઓ પાસેથી સાંભળી હશે, કારણ કે તે ખરેખર કારગર છે. આથી, જ્યારે પણ તમને લાગે કે કોઈક બાબતને લઈને તમારા મગજમાં સતત વિચારો ચાલી રહ્યા છે, તો ત્યારે પદ્માસન મુદ્રામાં બેસો, આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો. આમ કરવાથી તમને પોઝિટિવિટી મળશે.

મેડિટેશન– દરરોજ મેડિટેશન કરવાની આદત તમારામાં નવી ઊર્જા ભરવાની સાથોસાથ તમારા મગજને ખોટાં વિચારો કરતા અટકાવશે અને તમારી અંદર છૂપાયેલી શક્તિને ઉજાગર કરવામાં મદદ મળશે. મેડિટેશન અને યોગા હંમેશા તમને કામ લાગશે જો તમારો વિચાર યોગ્ય નથી તો તેનાથી પણ વધુ અસર નહીં પડે.

મનને વધુ મક્કમ બનાવો– 5 કે 10 વર્ષ પહેલા બનેલી કોઈક ઘટના જો તમને હજુ પણ દંખતી હોય તો તમારે તે બાબતે ચોક્કસ પગલાં લેવાની જરૂર છે. નાની-નાની બાબતોને તમારા પર હાવી ન થવા દો અને તમારા મનને વધુ મજબૂત બનાવી નાનકડી દુવિધાઓને લેટ-ગો કરવાની ભાવના કેળવો.

કોઈકને મદદરૂપ બનો– તમારા ઘરની કોઈક વ્યક્તિ કે મિત્રને તમારી જરૂર હોય, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય તો તેની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીને તેના મનના બોજને હળવો કરવામાં મદદરૂપ બનો. આમ કરવાથી સામેવાળી વ્યક્તિ રીલેક્સ ફિલ કરશે અને તેમના ચહેરા પર આવેલી એક સ્માઈલ તમારા મગજમાંથી નેગેટિવ વિચારોને દૂર ધકેલવામાં મદદ કરશે.

નેગેટિવ થિંકિંગને ઓળખો– તમારા મગજમાં અનાયાસે જ શરૂ થઈ જતા નેગેટિવ વિચારો અને તેને કારણે તમારા મૂડ પર પડતી અસરો વિશે નોંધ રાખો અને કયા પ્રકારની પરિસ્થિતિમાં તમારા મગજમાં નેગેટિવ વિચારો આવે છે, તેને ઓળખી તેવી પરિસ્થિતિથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

તમારી સફળતા વિશે વિચારો – જો તમારા મગજમાં ચાલતા વધુ પડતા વિચારો તમને ડિસ્ટર્બ કરી રહ્યા હોય, તો તેનાથી બચવા માટે ગત અઠવાડિયા દરમિયાન તમે કરેલા સારા કામો વિશે નોંધ બનાવો અને તેમાં તમારા રોલ વિશે લખો. આમ કરવાથી તમારા મગજમાં ચાલતા સતત વિચારોને અટકાવી શકાશે.

વર્તમાનમાં જીવો– જો તમારી પાસે દરરોજ મેડિટેશન કરવાનો સમય ના હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને તમારા વિચારો ડિસ્ટર્બ કરે ત્યારે તમે જે કામ કરતા હો તેને સાઈડ પર મુકી દો, તમને ગમતું ભોજન કે કોફી પીઓ, બહાર ખુલ્લી હવામાં ચાલવા જાઓ.

બીજાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો– કેટલીકવાર તમારી વિચારસરણીમાંથી બહાર આવી બીજાની વિચારસરણીને સમજીને તેને અપનાવવી એ પણ તમારી ધારણાને દૂર હડસેલવામાં મદદ કરી શકે છે.

મજબૂત એક્શન લો– ક્યારેક કોંક્રિટ પગલાં ન લેવાને કારણે તમારી આ આદતમાંથી તમે બહાર આવી શકતા નથી. આથી, માત્ર વિચારવાને બદલે તેમાંથી બહાર આવવા માટે યોગ્ય પગલાં લો.

લક્ષ્ય પર ધ્યાન આપો– ભૂતકાળમાં કરેલી ભૂલો વિશે વિચારી-વિચારીને પોતાની જાતને દોષી માનવાને બદલે તમારા લક્ષ્ય તરફ ધ્યાન આપો, જેથી એક જ ભૂલ બીજીવાર ન થાય.

તમારા ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરો– દરેક બાબત હંમેશાં તમારા કંટ્રોલમાં નથી હોતી. આથી, તમારા ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરો. આમ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે નવા ઉત્સાહ સાથે ફરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકશો.

મદદ માગો– ઉપર જણાવેલા ઉપાયો અપનાવવા છતાં, જો તમે ઓવરથિંકિંગને ખાળી ન શકતા હો કે તમારી વિચારસરણીને બદલી ન શકતા હો તે વિશે એક્સપર્ટ્સની મદદ લો.

જો કોઈપણ વસ્તુ કામ કરતી નથી તો કોઈ સારા સાયકોલોજીસ્ટ ની મદદ જરૂર થયેલો હંમેશાં કોઈ સાઈકોલોજિસ્ટની મદદ લેવી ખૂબ જ સારી સાબિત થઇ શકે છે. હંમેશા કોઈની મદદ લેવી તે બધી સારી સાબિત થઇ શકે છે.દરેક વ્યક્તિનું દિમાગ અલગ-અલગ હોય છે અને એવી પરિસ્થિતિમાં જરૂરી નથી કે કોઈ પણ એક સ્થિતિમાં તમે એક જ પ્રકારનું વર્તન કરો. કોઈપણ વ્યક્તિને જજ ન કરો. અને કોશિશ કરો કે કોઈપણ નકામી વસ્તુઓ તમને હેરાન ન કરે.