ન્યૂઝીલેન્ડની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી

0
286
Closeup of a seismograph machine earthquake in vector format

ન્યુઝીલેન્ડમાં જોરદાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે 10 કિલોમીટર ઊંડું હતું . યુએસજીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપના આ આંચકાની 20 મિનીટ બાદ ફરીથી ભૂકંપનો અનુભવ થયો હતી જેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા.