હવે આરટીઓમાં થતી ગડબડ અટકશે !

0
914

હવે આરટીઓમાં થતી ગેરરીતીનો અંત આવશે કારણકે હવે આરટીઓમાં બોડીવોર્ન કેમેરા ફરજીયાત કરવામાં આવ્યા છે. આરટીઓ ઈસ્પેકટર અને વાહનોની ફિટનેસની ચકાસણી કરતા કર્મીઓને હવે ફરજીયાત બોડીવોર્ન કેમેરા પહેરવા પડશે. સતત આઠ કલાક સુધી કેમેરો પહેરવો ફરજીયાત છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની ત્રણ આરટીઓને 25 કેમેરા આપવામાં આવ્યા છે. આ પ્રયોગ સોમવારથી જ શરૂ થઇ ગયો છે.