રામલલ્લાનો થયો જળાભિષેક

0
178

અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો જળાભિષેક પૂર્ણ થયો છે. વિશ્વના સાત ખંડોમાંથી 155 નદીઓમાંથી લાવવામાં આવેલ જળ રામ લલ્લાને ચડાવવામાં આવ્યું છે. રામ મંદિરમાં જલાભિષેક કાર્યક્રમમાં ફિજી, મંગોલિયા, ડેનમાર્ક, ભૂટાન, રોમાનિયા, હૈતી, ગ્રીસ, કોમોરોસ, કાબો વર્ડે, મોન્ટેનેગ્રો, તુવાલુ, અલ્બેનિયા અને તિબેટના રાજદ્વારીઓએ રામ મંદિરમાં ઐતિહાસિક જલાભિષેકમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભૂટાન, સુરીનામ, ફિજી, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોના વડાઓએ પણ આ કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.