ચારધામ યાત્રાનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલ મંગળવારથી ખુલશે.ત્યારે ઋષિકેશ અને હરિદ્વારમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રાના ભક્તોનું રજિસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સતત ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે ચારધામની મુલાકાતે આવેલા તીર્થયાત્રીઓને અપીલ કરી છે કે તેઓ હવામાનની પેટર્ન જોઈને કાળજીપૂર્વક યાત્રા શરૂ કરવાનું વિચારે.
ચારધામ યાત્રામાં ફરી વાતાવરણનું વિઘ્ન,કેદારનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન અટકાવાયું
RELATED ARTICLES