મહિલા કુસ્તીબાજો કેમ ઉતર્યા ફરી ધરણાં કરવા

0
360

મહિલા પહેલવાનોના યૌન શોષણ પ્રકરણને લઈ દેશના પહેલવાનો ફરી એક વાર મેદાનમાં ઉતાર્યા છે. ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા ફરી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણસિંહ સામે મોરચો માંડી રહ્યા છે. જેમાં તેમણે વિરોધનો હુંકાર કરી જ્યા સુધી WFI પ્રમુખ બૃજભૂષણસિંહની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી જંતર-મંતર મેદાન પર વિરોધ ચાલુ રહેશે. તેવું જણાવતા વધુ એક વખત આ પ્રકરણ દેશમાં ગાજયુ છે.