મહારાષ્ટ્ર: સાયબર ફ્રોડ કેસમાં કોર્ટે 11ને દોષિત ઠેરવ્યા

0
300

28 દેશોના ATMમાંથી 78 કરોડની કરી હતી ચોરી

મહારાષ્ટ્રના પુણે જિલ્લાની એક કોર્ટે કોસમોસ બેંક સાયબર છેતરપિંડીના કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા છે. હેકર્સે માલવેર એટેક દ્વારા 2018માં બે દિવસમાં રૂ. 94 કરોડથી વધુની ચોરી કરી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ શનિવારે નવ આરોપીઓને ચાર વર્ષની જેલ અને અન્ય બેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી અને તેમના પર દંડ લાદ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે આરોપીઓને ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઓગસ્ટ 2018માં બે દિવસના સમયગાળામાં આ છેતરપિંડી કરવામાં આવી હતી. દેશના જુદા જુદા ભાગોમાંથી આ સંબંધમાં ઓછામાં ઓછા 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.