વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી તે અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજે 24 તીર્થ સ્થાનોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાળીના દર્શન કર્યા હતા.ત્યારબાદ મિડીયા સાથે વાત કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે ધર્મસ્થાનો પર આપણે સૌથી વધારે આસ્થા રાખતા હોઇએ છીએ. આ ધર્મસ્થાનો પર પૂજા કરતી વખતે ગંદકી કરવી એ અયોગ્ય બાબત છે. જ્યારે ભાપજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે ધાર્મિક સ્થળોની સ્વસ્છતા જાળવવા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની મદદ લઇને એક માઇક્રો સફાઇ થાય તેના માટેનો અમારો પ્રયાસ થયો છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપેક્ષા પણ છે. આ કાર્યક્રમ સતત દર મહિને એક વખત કરવાનો અમારો પ્રયાસ છે.