હોસ્પિટલ બહાર શટલ રિક્ષાવાળાનો અડિંગો

0
289

અમદાવાદમાં ઠેરઠેર શટલ રિક્ષાનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે પોલીસ અનેક વખત શટલ  રિક્ષાચાલકો વિરુદ્ધ ડ્રાઇવ યોજીને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ પરિસ્થિતિ ત્યાની ત્યાજ આવીને અટકી જાય છે . શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની આસપાસ રિક્ષાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે તેઓ જ્યાં-ત્યાં રિક્ષા ઊભી કરી દેતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે બીજા વાહનચાલકો હેરાન-પરેશાન થાય છે. જ્યારે એમ્બ્યુલન્સ તેમજ અન્ય કોઇ વાહન હોસ્પિટલમાં આવે ત્યારે રિક્ષાચાલકોના કારણે તેમને પરેશાની થતી હોય છેઅને ગણી વખત દર્દીઓને ટ્રીટમેન્ટ માટે લાવતી એમ્બ્યુલન્સને પણ હેરાન થવાના વારો આવતો હોય છે જેના પગલે કાર્યવાહી કરવા લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે