ઉત્તરાખંડમાં આજે એટલેકે શનિવારથી તારીખ ૨૨-૪-૨૦૨૩ ના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થયી ગયી છે. આ સંદર્ભે, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે ચારધામ યાત્રાના પ્રથમ વિરામ એવા ઋષિકેશની યાત્રાએ જતા યાત્રિકો માટેની બસને લીલી ઝંડી બતાવી હતી. રાજ્ય સરકારે ચારધામ યાત્રાને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનાવવા અંગે ઘણાં વચનો અને દાવા કર્યા છે. સાથેજ બીજી તરફ કેદારનાથના કપાટ 25મીએ અને બદ્રીનાથ ધામ 27મી એપ્રિલે ખુલશે.સાથેજ ચારધામ યાત્રાને લઈને કોરોના પ્રોટોકોલ અમલમાં રહેશે. પ્રવાસ પર આવતા તમામ મુસાફરોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે.