પીજીવીસીએલનો મહત્વનો નિર્ણય

0
188

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા નવતર અને આધુનિક પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં આગામી મે મહિનાથી પ્રી- પેઇડ સ્માર્ટ વીજમીટર શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 એપ્રિલથી કર્મચારીની 32 ટીમ દ્વારા સર્વે કરાઇ રહ્યો છે. આ આધુનિક પહેલમાં ગ્રાહકો મોબાઈલ એપ્લિકેશનથી પોતાનો રોજનો વીજ વપરાશ જોઈ શકશે.વધુમા બાકી બિલ અને વીજ ચોરીના દુષણને ડામવા માટે રિચાર્જ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવશે.