વિશ્વપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે મા અંબાના દર્શને આવતા માઇભક્તો માટે નવા નજરાણા તરીકે કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર યાત્રિકો ચાલી પણ શકે છે અને બ્રિજની આજુબાજુમાં ઉભી કરાયેલા 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકે છે. આ બ્રિજ પર એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી તેની ક્ષમતા છે તો પ્રતિવ્યક્તિ 10 રૂપિયાની ટિકિટ પણ રાખવામાં આવી છે.. અહીં આવતા પ્રવાસીઓ કાચ પર ચાલવાનો અદ્દભૂત અનુભવ કરી રહ્યા છે.