એસ.ટી બસની મુસાફરીમાં સલામતીને લઈને સવાલો ઉઠ્યા

0
163

મુસાફરો કહે છે કે હજુ પણ એસ.ટીની મુસાફરી જોખમી

તાજેતરમાં જામનગર જોડિયા બસમાં જે રીતે બે યુવાનો પાછળની સીટ પર બેઠા હતા..અને બસ સ્પીડમાં બમ્પ કુદી જતા બે યુવાનો પાછળથી નીચે પટકાયા હતા. એસટી નિગમની ઘોર બેદરકારીનો વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો ત્યારે સમગ્ર મામલે ગુજરાત એસટી નિગમ દ્વારા કડક કાર્યવાહી કરીને એસટી બસના ડ્રાઇવર તેમજ  કંડકટરનેસસ્પેન્ડ કરવામાં આવ્યા છે .ત્યારે સમગ્ર ઘટનાને લઈને વીઆર લાઈવ ન્યુઝ ચેનલ દ્વારા એસટી નિગમના સચિવ કે.ડી દેસાઈએ વાત કરતા તેમણે  જણાવ્યું હતું કે એ.ટી નિગમ દ્વારા તાત્કાલિક જવાબદારી સમજતા ડ્રાઇવર કંડક્ટરને સસ્પેન્ડ કરાયા છે એસટી તંત્ર મુસાફરની સલામતી માટે કેવા પગલાંઓ ભરે છે તે અંગે જણાવ્યું હતું કે રોજના 28 લાખ પ્રવાસીઓ એસટી બસની મુસાફરી કરે છે એસટી બસની દરરોજ મેન્ટેનન્સ તેમજ ડ્રાઇવર કંડક્ટરને બસની સલામતી અંગે તેમજ મુસાફરોની સલામતી બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને  મુસાફરો કહે છે કે હજુ પણ એસ.ટીની મુસાફરી જોખમી છે.