HomeGujaratભાવનગર ડમી કાંડમાં વધુ 6 લોકોની કરાઇ ધરપકડ- જાણો શુ હતી ભુમિકા

ભાવનગર ડમી કાંડમાં વધુ 6 લોકોની કરાઇ ધરપકડ- જાણો શુ હતી ભુમિકા

ગુજરાત સહિત દેશભરમાં ભાવનગર ડમી ઉમેદવાર કાંડનો મામલો ગાજી રહ્યો છે. યુવા નેતા યુવરાજસિંહ દ્વારા રોજ એક પછી એક ધડાકા કરવામાં આવી રહ્યા છે. તેવામાં પોલીસે ડમીકાંડ પ્રકરણમાં સંડોવાયેલ વધુ 6 આરોપીને દબોચી લીધા છે. જેને પગલે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં શિક્ષક વિપુલકુમાર અગ્રાવતની ધરપકડ કરાતા 26 નંબરના આરોપીની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી હોવાનું ખુલ્યું હતું. વધુમાં ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા,રાહુલ  લીંબડીયાની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે આ તમામ વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક ડમી વિદ્યાર્થી તરીકે પરિક્ષામાં બેઠા હોવાની કબુલાત કરે છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments