દહેગામમાં લાલ પીળા અને આસમાની કલરના તરબૂચ આકર્ષણનું કેન્દ્ર બન્યા

0
157

તરબૂચ ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી

દહેગામ શહેરમાં નવા નવા પ્રકારના જુદા જુદા કલરના તરબૂચ બજારમાં આવતા લોકો તેને લેવા માટે આકર્ષી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે હાલમાં ગરમીની સિઝનમાં નવા નવા પ્રકારના અને જુદા જુદા કલરના તરબૂચ લારીઓ અને આઇસરમાં વેચાતા નજરે પડી રહ્યા છે કોઈ પીળું તરબૂચ કોઈ લાલ તરબૂચ અને કોઈ આસમાની કલરનું તરબૂચ જોવા મળતા લોકો તરબૂચ જોઈને પણ વિચારમાં પડી જતા જોવા મળ્યા હતા અને પીળા કલરના તરબૂચ ખૂબ જ મીઠાશ વાળા હોવાથી તેને ખરીદવા માટે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની જવા પામ્યા હતા. આ તરબૂચ માલપુર તાલુકામાંથી આવતા હોય અને ત્યાં જુદા જુદા કલરના તરબૂચનું વાવેતર થતું જોવા મળે છે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી હતી .દેહગામ શહેરની તરબૂચની લારીઓ ઉપર આ નવા પ્રકારના તરબૂચ ખરીદવા માટે લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી