રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સનો કારમો પરાજય

0
214

બેંગલોરે પંજાબને ૨૪ રને મ્હાત આપી

IPL ૨૦૨૩ની ૨૭મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મોહાલી ખાતે રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. વિરાટ કોહલી અને ડુપ્લેસી વચ્ચે પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાઈ હતી. ટીમની પ્રથમ અને બીજી વિકેટ ૧૩૭ રને પડી હતી. વિરાટ કોહલી ૫૯ રન અને મેકસવેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. આ મેચમાં ડુપ્લેસીએ ૫૬ બોલમાં શાનદાર ૮૪ રન ફટકાર્યા હતા. ૨૦ ઓવરના અંતે RCBએ ૪ વિકેટના ભોગે ૧૭૪ રન ફટકાર્યા હતા અને પંજાબને ૧૭૫ રનનું લક્ષ્ય આપ્યું હતું. જોકે, પંજાબના બેટર્સે આ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પંજાબની ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૫૦ રનમાં જ ઓલઆઉટ થઇ હતી. આમ આ મેચમાં બેંગ્લોર ૨૪ રને જીત્યું હતું. પંજાબ વતી પ્રભસિમરનસિંહે ૪૬ રન અને જીતેશ શર્માએ ૪૧ રન ફટકાર્યા હતા. બેંગ્લોર વતી સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાઝે ઝડપી હતી. સિરાઝે ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. હસરંગાએ પણ બેંગ્લોર વતી ૨ વિકેટ ઝડપી હતી. પંજાબ વતી હરપ્રીત બ્રારે ૨ વિકેટ ઝડપી હતી.