યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત તરફથી જણાવ્યું
G20 પ્રમુખપદ દ્વારા વૈશ્વિક રાષ્ટ્રો માટે ભારતના પ્રયાસો સફળ
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રૂચિરા કંબોજે તેના G20 પ્રમુખપદ દ્વારા વૈશ્વિક વિકાસશીલ રાષ્ટ્રો માટે ભારતના પ્રયાસો વિશે વાત કરી. ફાઇનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ ફોરમ ખાતેના તેમના સંબોધનમાં, રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, તેના G-20 પ્રેસિડન્સી દરમિયાન, ભારત વૈશ્વિક દક્ષિણ અને વિકાસશીલ દેશોના અવાજ અને ચિંતાઓને પણ વિસ્તૃત કરી રહ્યું છે. જાન્યુઆરી 2023માં પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં 125 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 18 રાજ્ય/સરકારી સ્તરના વડાઓ અને અન્ય મંત્રી સ્તરે સામેલ હતા.