5 દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી નહીં

    0
    180

    આગામી 5 દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની આગાહી અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અઠવાડિયાની શરુઆતમાં રાજ્યના દક્ષિણ ભાગમાં કમોસમી વરસાદ થયા બાદ આજે પણ હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થયા બાદ વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે તેમણે રાજ્યમાં તાપમાનનો પારો શરુઆતના દિવસોમાં નીચો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં તાપમાનો પારો 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હાલ જે તાપમાન છે તેનાથી ઘટીને સામાન્ય અને સામાન્યથી નીચે તાપમાન જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તેમણે ત્રણ દિવસ પછી રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સમયે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.