રાહુલ ગાંધીને મોટો ઝટકો,રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી રાહત નહીં

0
161

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે, તેને મોકૂફ રાખવા માટે અપીલ કરી હતી. જેમાં એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરપી મોગેરાએ રાહુલ ગાંધી રાહત આપી ન હતી. જેને પગલે હવે બચાવપક્ષના વકીલે હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત જાહેર કરી હતી. રાહુલ ગાંધી શુક્રવારે હાઇકોર્ટમાં અરજી કરશે. સુરત સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી હવે હાઇકોર્ટમાં અરજી કરશે. સુરત કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના સામે​​ ​​​​​સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે.