એપલના વડા કુકે પીએમ મોદી સાથે કરી મુલાકાત- કહ્યું ભારતમાં રોકાણ કરવું છે

0
160
  •  

દુનિયાની જાણતી ટેક કંપની એપલનું આગામી સમયમા મોટાપાયે રોકાણ થઈ રહ્યું છે. તેનો સંકેત એપલ સીઈઓ ટીમ કૂકના એક નિવેદનથી મળ્યો છે. મુંબઈમાં દેશના પહેલા એપલ સ્ટોરનું ઉદ્ધાટન કર્યાં બાદ ટીમ કૂક દિલ્હી પહોંચીને પીએમ મોદીને મળ્યાં હતા.  

 
ટિમ કૂકે ભારત યાત્રા પર અદભૂત સ્વાગત કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ટિમ કૂકે વડા પ્રધાનને જણાવ્યું હતું કે એપલ ભારતભરમાં વિસ્તરણ સાથે રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ટીમ કૂકે કહ્યું કે મારું સ્વાગત કરવા પીએમ મોદી તમારો આભાર. અમે પોઝીટીવ ઈમ્પેક્ટ ટેકનોલોજીનું તમારુ વિઝન શેર કરીએ છીએ અને શિક્ષણથી માંડીને મેન્યુફેક્ચરીંગ અને પર્યાવરણ સુધીના સેક્ટરોમાં ભારતનું સપનું સાકાર કરવા માગીએ છીએ.