ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઇ

0
325

ડીસા નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો ઐતિહાસિક નિર્ણય

આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાની સમિતિ દ્વારા કેટલાક ઐતિહાસિક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેને સર્વ સંમતિથી ચૂંટાયેલા સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેમાં ડીસામાં આવેલી એસ સી ડબલ્યુ હાઇસ્કુલનું નવું નામ મહારાણા પ્રતાપ વિદ્યાલય રાખવાનો નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ડીસામાં આવેલા એપીએમસી અનાજ માર્કેટમાં પ્રથમવાર અનુસુચિત સમાજની મહિલા અને ડીસા નગરપાલિકામાં સમાજ કલ્યાણ ચેરમેન તરીકે જેમનું સ્થાન છે એવા નયનાબેન સોલંકીને એપીએમસીના ડિરેક્ટર પર તરીકે સર્વાનો મતે ઠરાવ કરી મંજૂર કરવામાં આવ્યું હતું તે સિવાય નગરપાલિકાની સાધારણ સભામાં ડીસાના વિકાસ માટે કરીને કામગીરી નક્કી કરવામાં આવી હતી નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ધોરણને લઈને પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.