કાર્તિ ચિદમ્બરમની સંપત્તિ જપ્ત કરાઈ

0
330

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની રૂ. 11.04 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જે અંગેની કાર્યવાહી અંગે ઈડી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાંથી જણાવવામાં આવ્યું છે કે ચાર મિલકતોમાંથી એક કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત છે. કે કાર્તિ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.કાર્તિ ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર છે. અને હાલમાં તમિલનાડુની શિવગંગાઈ સીટ પરથી સાંસદ છે. કાર્તિ આ દિવસોમાં INX કેસમાં જેલમાં છે, તેની CBI અને ED બંને દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર નાણાં એકત્રિત કરવાનો આરોપ હતો.