HomeDeshયુવરાજસિંહની તબીયત લથડી હોવાનું કર્યુ ટ્વીટ,ટ્વીટ કરીને ભાવનગર SOG પાસે માંગ્યો સમય 

યુવરાજસિંહની તબીયત લથડી હોવાનું કર્યુ ટ્વીટ,ટ્વીટ કરીને ભાવનગર SOG પાસે માંગ્યો સમય 

રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG સમક્ષ હાજર થાય તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની તબિયત લથડી છે. તેમના પત્નીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે યુવરાજસિંહની તબિયત અચાનક લથડી હોવાનું જણાવ્યું છે. યુવરાજ સિંહ બુધવારે ભાવનગર SOG સમક્ષ હાજર થવાના હતા જોકે તમણે હાજર થવા માટે 10 દિવસનો સમય માગ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments