ડુપ્લીકેટ હળદરની તપાસનો મોટો ખુલાસો

0
159

ખેડા જિલ્લામાં આવેલ  નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ હળદર પકડવાનો મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ ટાઉન પોલીસના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ હળદર બનાવવા વપરાતુ કેમિકલ કોચીનથી આવતુ  હોવાનું સામે આવ્યું. ત્યારે ડુપ્લીકેટ હળદરને પાવડરમાં મિક્સ કરી સિલોડ ખાતે આવેલી ડી દેવ ફેક્ટરીમાં મોકલી પેકીંગ કરી દેશ વિદેશમાં વેચાણ કરતા હતા. સૌથી મહત્વનું  મિલ રોડ પર આવેલ ફેક્ટરીમાંથી પોલીસે ઝડપેલું ઓલિયોરેઝીન નામનું કેમિકલ કોચીનથી મગાવવામાં આવતું હતું, તેમ આરોપીઓએ પોલીસને જણાવ્યું છે.