HomeGujaratતાલાલા કેસર કેરીની આવક શરૂ

તાલાલા કેસર કેરીની આવક શરૂ

ગઇકાલે તાલાલાગીરમાં કેરીની માર્કેટયાર્ડમાં આવક થઈ છે. ગત વર્ષ કરતાં ત્રણ ગણી આવક થયા હોવાની સંભાવના છે તાલાળા માર્કેટયાર્ડ ખાતે ગઇકાલે વહેલી સવારથી જ ખેડૂતો 10 કિલોના પેકિંગમાં કેરીના બોક્સ લાવી રહ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે 10,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. ગત વર્ષે 3500 બોક્સ પ્રથમ દિવસે આવ્યા હતા. તેની સરખામણીએ આ વખતે ત્રણ ગણા બોક્સ પ્રથમ દિવસે જ યાર્ડમાં પહોંચ્યા હતા. જેના કારણે કેરીનો ભાવ આજે 400 થી લઈ અને 800 રૂપિયા સુધીની હરાજીમાં બોલી બોલાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments