સમગ્ર દુનિયાએ માન્યુ કે ભારત મહાશક્તિ છે: મોહન ભાગવત

    0
    845

    જબલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સંસ્કૃતિ છે. ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે અને આપણે તે બનીને રહીશુ. આજે આપણે શું, આખી દુનિયા કહે છે કે ભારત મહાસત્તા છે.આપણે ન તો કોઇનું ધર્માંતરણ કરીશુ કે ન તો કોઇને પરેશાન કરીશુ પરંતુ, આપણી શક્તિ નબળાઓનું રક્ષણ કરશે. સંઘ પ્રમુખ બ્રહ્માલિન જગતગુરુ શ્યામદેવાચાર્યની બીજી પુણ્યતિથિના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે નરસિંહ મંદિરમાં શ્યામદેવાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 12મી એપ્રિલથી અહીં કાર્યક્રમો ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવવાના હતા, પરંતુ તેઓ આવી શક્યા ન હતા