રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડનો મહત્વનો નિર્ણય

0
135

બેડી માર્કેટિંગ યાર્ડમાં ચણા અને મેથીની આવક બંધ

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહીને પગલે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડે ચણા અને મેથીની આવક બંધ કરી છે, જ્યારે સુકા મરચાની આવક ટોકન પદ્ધતિ આધારિત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કપાસ, વરીયાળી અને લસણની આવક રાત્રી દરમિયાન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં હાલ પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે.