રાજ્યમાં યોજાવનાર તલાટીની પરીક્ષા અંગે પંચાયત પસંદગી મંડળના હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.રાજ્યમાં 9 લાખથી પણ વધુ ફોર્મ ભરાયેલી તેવી તલાટીની પરીક્ષા પહેલા કન્ફર્મેશનનો 20 એપ્રિલના છેલ્લો દિવસ છે. જેના માટે 20 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે. અને ઉમેદવારોને સમયસર કન્ફર્મેશન આપવા માટે હસમુખ પટેલે અપીલ કરી છે.આ અંગે માહિતી આપતા હસમુખ પટેલે જણાવ્યું કે, તલાટીની પરીક્ષા 7 મેના રોજ યોજાશે. જે પહેલાં અત્યાર સુધી અંદાજે 6 લાખથી વધુ કન્ફર્મેશન આપવામાં આવ્યા છે. તેમજ હજી પણ જેને પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ઉમેદવારો છેલ્લી ઘડીની રાહ ન જુએ અને સમયસર કન્ફર્મેશન કરાવી લેનું જોઇએ.કોલ લેટર પરીક્ષાના 8 – 10 દિવસ પહેલા આપવાના શરૂ કરાશે. અને જેને સંમતિપત્રક ભર્યા છે તેમના જ કોલલેટર ડાઉનલોડ થશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર અંગે કહ્યું કે, આ વખતે ઉમેદવારોને બહુ દૂર પરીક્ષા કેન્દ્ર નહીં આપવામાં આવે. 50 – 60 કિ.મીની અંદર ઉમેદવારોને કેન્દ્ર ફાળવાય તેની કાળજી રાખવામાં આવશે.ડમીકાંડ અંગે પ્રતિક્રિયા આપતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પચાયત પસંદગી બોર્ડ ને ડમી ઉમેદવારો અને એજન્ટ ની માહિતી મળી ત્યારે DGPને જાણ કરવામાં આવી હતી. હું લોકોને વિનંતી કરીશ કે ડમી ઉમેદવારો કે એજન્ટ ની માહિતી આપો તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે