ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ,એક અઠવાડિયામાં બીજો ભૂકંપ

0
152

ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગેની જાણકારી આપી છે. ફિજી દક્ષિણ પ્રશાંતનો એક દેશ છે. તે 300થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે. NCSએ જણાવ્યું કે, ભૂકંપ સવારે લગભગ 10:00 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની નીચે 569 કિલોમીટર ઉંડુ હતું. હાલમાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. એક અઠવાડિયામાં આ બીજો ભૂકંપ છે. અગાઉ, ગુરુવારે ફિજીમાં રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ માહિતી આપી હતી.