HomeDeshપટનામાં તેલના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી,ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

પટનામાં તેલના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી,ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

પટનામાં તેલના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  આગ પરા કાબુ મેળવી લીધો હતો. આ ઘટના પટના શહેરના મંગલ તાલાબ પાસે બની હતી જ્યાં રિફાઈન્ડ ઓઈલના ગોડાઉનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે વહેલી સવારે લોકોની નજર ધુમાડા પર પડી. લોકોને સ્થિતિ સમજવામાં લાંબો સમય ન લાગ્યો. આજુબાજુના લોકો કાબૂમાં લેવા દોડી આવ્યા હતા. આગ અંગે લોકોએ ચોક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાં જ ચોક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એક પછી એક ડઝન જેટલા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા .અના આગ પર કાબુ  મેળવી લીધો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments