દેશમાં હીટવેવની સ્થિતિ,અનેક રાજ્યોમાં પારો 42 ડિગ્રીને પાર

0
166

સમગ્ર દેશમાં ગરમીના કારણે તાપમાન ઉંચકાયું છે.લોકો કાળઝાળ ગરીમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.દેશમાં મોટા ભાગના રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.  પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું હતું. બિહારના ઓરંગાબાદ જિલ્લામાં ૪૩ ડિગ્રી નોંધાયું હતું. પશ્વિમ બંગાળમાં આકરી ગરમીના કારણે શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. પૂર્વોત્તર રાજ્યોમાં તાપમાનનો પારો આગામી ચાર દિવસમાં વધીને ૪૪ સુધી પહોંચે એવી ધારણા છે. જોકે, સપ્તાહના અંતે પશ્વિમ અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળશે. કારણ કે હિમાલયન રેન્જમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્વિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તેલંગણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં મહત્તમ તાપમાન ૪૦ની નજીક રહેતા ગરમીએ હાહાકાર મચાવ્યો હતો.