IT શેયર્સમાં મોટું ગાબડું, સેન્સેક્સ 59,910.75 પર બંધ, નિફ્ટી 17,706.85 પર બંધ

0
156

૧૭ એપ્રિલ, સોમવારે સેન્સેક્સમાં ૫૨૦ પોઈન્ટનું ગાબડું, રોકાણકારોને મોટું નુકસાન

ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે 17 એપ્રિલ સોમવારના રોજ શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. ખાસ કરીને, IT શેયર્સમાં મોટા ગાબડાના કારણે સેન્સેક્સ 520 પોઈન્ટના કડાકા સાથે 59,910.75 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી પણ 121 પોઈન્ટના ઘટાડા સાથે 17,706.85 પર બંધ થયો હતો. બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા શેયર્સમાં તેજી જોવા મળી હતી, પરંતુ આઈટી, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેયર્સમાં ભારે ગાબડું પડ્યું હતું.