HomeDeshIPLમાં ડેબ્યુ પર શાહરૂખ ખાને અર્જુન તેંડુલકરને પાઠવી શુભેચ્છા

IPLમાં ડેબ્યુ પર શાહરૂખ ખાને અર્જુન તેંડુલકરને પાઠવી શુભેચ્છા

સચિન તેંડુલકર માટે આ ગર્વની પલ છે, ખૂબ સરસ : શાહરૂખ ખાન

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે IPL 2023માં ડેબ્યુ કર્યું છે, જેને લઈને બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાતે અર્જુન તેંડુલકરને શુભેચ્છા પાઠવી છે. શાહરુખ ખાને અર્જુનના આઈપીએલ ડેબ્યૂ પર ખુશી વ્યક્ત કરી છે. શાહરુખે ટ્વીટ કરીને કહ્યું છે કે, “જ્યારે તમે એક મિત્રના પુત્રને મેદાનમાં જુઓ છો તો આ ખૂબ ખુશીની વાત છે. અર્જુનને શુભકામનાઓ. સચિન તેંડુલકર માટે આ ગર્વની પલ છે!! ખૂબ સરસ!” મહત્વનું છે કે, અર્જુને પણ આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સથી જ પોતાની ક્રિકેટ કરિયરની સારી શરૂઆત કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની પહેલી ઓવરમાં તેણે પાંચ રન આપ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments