અનામત પર ૫૦ ટકાની મર્યાદા હટાવો : રાહુલ ગાંધી

0
167

પ્રત્યેક વર્ગની જનસંખ્યા જાણવું સૌથી અગત્યનું : રાહુલ ગાંધી

પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો OBC, દલિત અને આદિવાસીઓને તેમની વસ્તી મુજબ દેશની રાજનીતિમાં પર્યાપ્ત પ્રતિનિધત્વ ફાળવવું હોય તો 2011માં થયેલ ઓબીસી સેંસસના રિપોર્ટ જાહેર કરવા પડશે, જ્યારે અમે દલિત, ઓબીસી, ભારતના લોકોની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે કે ક્યાં વર્ગની આબાદી સૌથી વધારે છે.? સરકારમાં સચિવોની સંખ્યા જુઓ તો માત્ર 7 ટકા ઓબીસી, આદિવાસી અને દલિત છે. તમે સંપત્તિના વિભાજન અને રાજનૈતિક પ્રતિનિધિત્વની વાત કરો એ પહેલાં દેશમાં ઓબીસી, આદિવાસીઓ અને દલિતોની આબાદી કેટલી છે એ સૌથી મોટો પ્રશ્ન છે.” તેમણે વધુમાં કહ્યું છે કે, “2011માં કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરી હતી. રાજનૈતિક પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે પ્રત્યેક વર્ગની જનસંખ્યા જાણવું સૌથી અગત્યનું છે.” અનુસૂચિત જાતિ/જનજાતિ માટે અનામત  પર 50 ટકાની સીમા રાખવામાં આવી છે. રાહુલ ગાંધીએ આ સીમાને દૂર કરીને વસ્તી અનુસાર અનામત આપવાની સરકારને માંગ કરી છે.