અમદાવાદ રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર

0
800

અમદાવાદ શહેરની હવા પ્રદુષિત બની છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં હવા પ્રદુષણની માત્રમાં વધારો થયો છે, રાજ્યના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં અમદાવાદ, અંકલેશ્વર, રાજકોટ, જામનગર, વાપીનો સમાવેશ થાય છે. એરક્વોલિટી ઈન્ડેક્સના આંકડા પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ છે. અમદાવાદની એર ક્વોલિટી અન્ય શહેરોની સરખામણીમાં નબળી છે. જ્યારે અમદાવાદની બાજુમાં આવેલા ગાંધીનગરમાં શુદ્ધ હવા જોવા મળી છે.તેમાં પણ વટવા વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર છે. અમદાવાદની હવા સૌથી ઝેરી છે, માટે હવે સાવચેતી રાખવાની જરૂર છે.