HomeBreaking Newsગુજરાતમાં કોરોનાના નવા ૨૮૩ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૨૮૩ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ૩ લોકોના મોત થયા છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૨૮૩ કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ નવા ૧૩૦ કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા કોર્પોરેશમાં ૪૩,  સુરતમાં ૩૪, ગાંધીનગરમાં ૧૫ કેસ નોંધાયા છે. પાટણમાં ૪, રાજકોટમાં ૫ અને સુરેન્દ્રનગરમાં ૪ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે ૧, ખેડામાં ૧ અને અરવલ્લીમાં પણ ૧ દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં વધુ ૨૧૭ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ ૨૩૦૯ એક્ટીવ કેસ છે, જયારે ૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ૯૮.૯૬ ટકા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments