RTE હેઠળ પ્રવેશમાં પ્રથમ 5 દિવસમાં રેકોર્ડ બ્રેક ફોર્મ ભરાયા

    0
    136

    RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેનો સામાન્ય લોકો દ્વારા ઉત્તમ પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદની 11500 બેઠકો માટે માત્ર પાંચ જ દિવસમાં 9500થી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આ અંકડો હજુ વધે તેવી શક્યતાઓ રહેલી છે.વાલીઓ પણ બાળક માટે ખાનગી સ્કૂલ પસંદગીમાં મુંઝાયા છે. આરટીઈ માટે શરુ કરાયેલી હેલ્પલાઈનમાં રોજના 100થી વધુ કોલ નોંધાતા માત્ર પાંચ દિવસમાં જ 500થી વધુ કોલ હેલ્પલાઈન પર નોંધાયા છે. અમદાવાદમાં 1350 જેટલી શાળાઓમાં 11500 વિદ્યાર્થીઓને પ્રવેશ મળનાર છે, ત્યારે ફક્ત પાંચ દિવસમાં 9500થી વધુ ફોર્મ ભરાયા છે. આગામી દિવસોમાં આ આંકડો 20 હજારને વટાવી જાય તેવી સંભાવના છે.