ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો

0
49

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર થવાની છે. સંજુ સેમસન પોતાની ટીમ સાથે હાર્દિક પંડ્યાના ગઢમાં પહોંચી ગયો છે. એટલે ટક્કર જોરદાર જોવા મળશે. આઈપીએલમાં બંને જીતના રથ પર સવાર છે. છેલ્લી મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સ સામે ઘરઆંગણે જીત મેળવી છે. આઈપીએલ 2023માં ગુજરાત અને રાજસ્થાનની આ પ્રથમ ટક્કર હશે. આ સિઝન બંને ટીમોની 5મી મેચ હશે. અગાઉ રમાયેલી 4-4 મેચોમાં બંનેએ 3-3 મેચ જીતી છે.