ગુજરાતમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા

0
136

ગુજરાતમાં આજે રવિવારે પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા યોજાશે. રાજ્યની 4 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ફરજિયાત ટેટ-1ની પરીક્ષા પાસ કરવી પડે છે અને રવિવારે યોજાનારી પરીક્ષામાં 86,025 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટેટ-1ની પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓનો કુલ 10થી 12 હજારનો સ્ટાફ પરીક્ષા દરમિયાન હાજર રહેશે. કુલ ઉમેદવારોમાંથી ગુજરાતી માધ્યમમાં 83, 336 ઉમેદવાર પરીક્ષા આપશે. આ સિવાય હિન્દી માધ્યમમાં 1337 ઉમેદવાર અને અંગ્રેજી માધ્યમમાં 1352 ઉમેદવાર પરીક્ષા આપશે. અમદાવાદ જિલ્લામાં સિટી અને રૂરલ વિસ્તારમાં પરીક્ષા યોજાશે. રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા 445 કેન્દ્રો પરથી લેવાશે. જેના માટે વિવિધ કેન્દ્રો પરથી 4308 રૂમ રોકવામાં આવ્યા છે.