સુદાનમાં વધુ એક સત્તાપલટનો પ્રયાસ,અથડામણમાં 56 માર્યા ગયા

    0
    160

    સુદાનની રાજધાની ખાર્તુમ સહિત અનેક વિસ્તારોમાં ગોળીબાર અને વિસ્ફોટ શરૂ છે. સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે લડાઈ ચાલી રહી છે, હિંસામાં અત્યાર સુધીમાં 56થી વધુ લોકોના મોત થયા છે, જેમાં યુએનના 3 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અત્યાર સુધીમાં 600 લોકો ઘાયલ થયા છે. RSFએ દાવો કર્યો છે કે તેમના દળોએ રાજધાનીમાં મોટાભાગની સરકારી કચેરીઓ પર કબજો કરી લીધો છે.RSF નેતા મોહમ્મદ હમદાન ડાગાલો સુદાનમાં વધુ એક બળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમારી સેના તમામ આર્મી બેઝ પર કબજો નહીં કરે ત્યાં સુધી અમે પાછા હટીશું નહીં. આ નિવેદન બાદ દેશના સૈન્ય દળે RSFને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે ડાગાલોનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે અને તેને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે.