સરકાર જાતિ અને ધર્મના આધારે એન્કાઉન્ટર કરે છે : અખિલેશ યાદવ

0
172

માફિયા અતિક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરને લઈને ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આ મામલે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે ફરી યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશે કહ્યું છે કે, “અમે કોઈ ગુનેગારની સાથે નથી, પરંતુ સરકાર જાતિના નામે ભેદભાવ કરી રહી છે. સરકાર જાતિ અને ધર્મના આધારે એન્કાઉન્ટર કરે છે. જો કોઈ યોગીની જાતિનો છે, તો તેને ફૂલોથી સ્પર્શ કરવામાં આવશે, તેને ફૂલોથી મારવામાં આવશે. નકલી એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. જો પરિવારવાળાઓને નકલી એન્કાઉન્ટર લાગી રહ્યું હોય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. હવે એ તેમના પર નિર્ભર છે.”