દુનિયાની સૌથી ભરોસે મંદ બની મોદી સરકાર- સર્વેમાં ખુલાસો

0
152

ભારતમાં PM મોદીની સરકારના લગભગ 9 વર્ષ પૂરા થવાના છે. આટલો લાંબો સમય સત્તામાં હોવા છતાં મોદી સરકાર દેશમાં લોકપ્રિય છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ટોચના 21 દેશોમાં કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઇપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટ મોનિટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતીય લોકોને તેમની સરકાર પર સૌથી વધુ વિશ્વાસ છે. સર્વેનો હેતુ એ જાણવાનો હતો કે આ 21 દેશોના લોકોને તેમની સરકાર પર કેટલો વિશ્વાસ છે.સર્વે દરમિયાન રિસર્ચ ફર્મે કેનેડા, દક્ષિણ આફ્રિકા, તુર્કી અને યુએસ સહિત 21 દેશોના લોકો સાથે વાત કરી. મોટાભાગના દેશોમાં, 16 થી 74 વર્ષની વયના લોકોને ત્યાંની સરકાર વિશે તેમના અભિપ્રાય પૂછવામાં આવ્યા હતા. આ સાથે દક્ષિણ આફ્રિકા, તુર્કી અને અમેરિકામાં 18 થી 74 વર્ષની વયના લોકો પાસેથી અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે 15 દિવસમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો.